ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સૌથી ચર્ચિત બેઠક જામનગર ઉત્તરમાં રીવાબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. નણંદ નયનાબા પહેલેથી જ રીવાબા સામે મોરચો ખોલી ચુકી છે, જે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. હવે રવિન્દ્ર જાડેજાના પિતાએ પુત્રવધૂને બદલે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની અપીલ કરી છે. વીડિયો સંદેશમાં રવિન્દ્ર જાડેજાના પિતાએ કોંગ્રેસના ઉમેદવારને પોતાના નાના ભાઈ ગણાવતા ક્ષત્રિય સમાજને જીતાડવાની અપીલ કરી છે. અનિરુદ્ધ સિંહ જાડેજાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રવિન્દ્ર જાડેજાના પિતા ગામમાં રહે છે.
નણંદ પહેલેથી જ વિરૂદ્ધ
રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પહેલેથી જ રીવાબાની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે. નયાનાબા એ રીવાબા બહારના વ્યક્તિ હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. રીવાબા જામનગરના બદલે રાજકોટ દક્ષિણના મતદાર છે. નયના રીવાબા પર બહારના હોવાની સાથે તેમની સરનેમને લઇ પ્રહારો કરી રહ્યા છે. નયનાબાનું કહેવું છે કે લગ્નના છ વર્ષ પછી પણ રીવાબાએ તેમની અટક સોલંકીથી બદલીને જાડેજા કરી નથી. નયનાબા જાડેજા કોંગ્રેસમાં છે અને તેઓ પાર્ટીના ઉમેદવાર બિપિન્દ્ર સિંહ જાડેજા માટે સતત પ્રચાર કરી રહ્યા છે.