જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેઓ ભાજપના જામનગરના ઉમેદવાર રીવાબાના પતિ છે. રાજકોટમાં સવારે રીવાબાએ આઈપી મિશન શાળામાં મતદાન કર્યું છે. તેઓ ભાજપના ઉમેદવાર છે. રીવાબા જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જામનગર- ઉત્તર બેઠકની વાત કરીએ તો અહીં કુલ મતદારો 263375 છે અને પુરુષ મતદારો 134699 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 128675 છે. આ બેઠક પર અન્ય મતદારની સંખ્યા 1 છે. અહીં ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાને ટિકિટ મળી છે તો કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાને ટિકિટ મળી છે. આ સિવાય આપના કરશન કરમુરને ટિકિટ આપવામાં આવી છે.