જામનગર નજીક આવેલા ગોરધનપર ગામના પાટિયા પાસે ઈંડાકળીની રેકડીએ જમવા બાબતે ઓર્ડર આપવાની બોલાચાલીમાં થયેલી માથાકૂટમાં એક યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે એક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય ભારે ચકચાર મચી જવા પામી હતી. મોડીરાત્રે પોલીસના ધાડા હોસ્પિટલ ઉતરી પડ્યા હતા અને લોકોના ટોળા પણ હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા. બનાવ અંગે પોલીસે હત્યા, હત્યાની કોશિષ વગેરે કલમ હેઠળ 3 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.