ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે આ દરમિયાન થરાદના ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાના આક્ષેપ થયા છે. ગઈ કાલે મોડી રાત્રે થરાદમાં ગુલાબસિંહ ઉપર ભાજપના લોકોએ હુમલો કર્યો હતો અને મામલાનો વિવાદ વધતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ગુલાબસિંહ રાજપુતે ઘટના બાદ પોતાના ફેસબુક ઉપર લાઈવ કર્યું હતું અને થરાદના કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપો શરૂ કર્યા હતા