યુરોપમાં રશિયા અને યુક્રેનની તબાહી ચાલુ છે. હવે એકબીજા પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુક્રેને સોમવારે રશિયા પર દક્ષિણપૂર્વમાં ઘરો પર મિસાઈલ હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો. તો મોસ્કોનું કહેવું છે કે યુક્રેનિયન ડ્રોન રશિયાની અંદર સેંકડો કિમી સુધી ઘૂસી ગયા હતા અને બે એરબેઝને નિશાન બનાવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી યુક્રેનમાં નવા મિસાઈલ હુમલાની અટકળો થઈ રહી હતી અને સોમવારે આ ખતરો હકીકતમાં ફેરવાઈ ગઇ.