રાજકોટ શહેર અને જિલ્લાનાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. શહેર અને જિલ્લામાં પવન ફુંકાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જો વરસાદ પડે તો શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવું જોવા મળી રહ્યો છે. જીરું, ચણા અને લસણ સહિતના શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે.