અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચેની અથડામણ પર બોલતા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું છે કે 1962 પછી પણ ભારત ચીનને પોતાનો વિસ્તાર ગુમાવી રહ્યું છે. પરંતુ હવે પીએમ મોદીના આગમન બાદ નવા ભારતમાં આવું થવાનું નથી. 2014માં વડાપ્રધાન મોદીના આગમન બાદ હવે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. કારણ કે રોડ-બ્રિજ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સૈનિકોની સંખ્યા સુધી તૈયારીઓ અનેકગણી વધી ગઈ છે.