દિલ્હીમાં ફરી એકવાર ખેડૂતોનો ભવ્ય વિરોધ જોવા મળી શકે છે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં 19 ડિસેમ્બરે દેશભરના ખેડૂતો તેમની વિવિધ માંગણીઓ માટે દિલ્હીના રામલીલા મેદાનમાં કિસાન ગર્જના રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે. દેશભરના બે લાખથી વધુ ખેડૂતો ભાગ લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ દિલ્હી જવા માટે રવાના થયા છે.