આર્જેન્ટિનાએ ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને ફિફા વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. પેનલ્ટી શૂટઆઉટ સુધી ચાલેલી આ મેચમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી. ફાઈનલમાં હાર બાદ ફ્રાન્સના ચાહકોનો ગુસ્સો વધી ગયો હતો અને દેશના જુદા જુદા ભાગોમાં તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ હતી
સ્થાનિક સમાચાર અનુસાર, આર્જેન્ટિનાના હાથે હાર બાદ પેરિસમાં ભીષણ હિંસા થઈ હતી અને પ્રશંસકોએ વાહનોમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી હતી. અહીં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.