અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણને લઈને રાજકારણ શરૂ થયું છે. વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, વિદેશ મંત્રી એસ.જયશંકર પર ચીનને ઓછું આંકવાનો આરોપ લગાવ્યો છે. હવે જયશંકરે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે.