ચીનમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે ત્યારે અહીં BF.7 વેરિઅન્ટ લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. આ સયે ભારત માટે સારા સમાચાર છે, એક્સપર્ટનું કહેવું છે કે કોરોના ભારતીયોને માટે ખતરનાક રહેશે નહીં. મોટાભાગના ભારતીયો પાસે હવે હાઈબ્રિડ ઈમ્યુનિટી છે એટલે કે તેઓએ વેક્સિનેશનની મદદથી ઈમ્યુનિટી મેળવી લીધી છે. એવામાં BF.7 વેરિઅન્ટ વધુ અસર કરી શકશે નહીં. એટલું નહીં ચીનમાં લોકોને તે પ્રભાવિત કરી રહ્યો છે. અહીં સ્થિતિ બેકાબૂ બની છે. 20 દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25 કરોડને પાર થઈ છે. કોરોનાનો આ વેરિઅન્ટ અમેરિકા, યૂકે, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, ડેનમાર્ક સહિત યૂરોપના અનેક દેશમાં ફેલાયો છે. આ સમયે ભારત સરકાર એલર્ટ મોડમાં છે અને કોરોના સામે લડવાની તમામ તૈયારીઓ કરી ચૂકી છે. તો જાણો એક્સપર્ટ્સ કોરોનામાં ભારતની અસરને અંગે શું કહે છે.