ધરમપુરમાં આશરે 250 વર્ષ જૂના પૌરાણિક મંદિરના પુન: નિર્માણ માટે રાજ્ય સરકારે 3.78 કરોડ ફાળવ્યા છે. આ મંદિર રાજવી સમયનું છે અને ધરમપુર નગરની ઓળખ છે. મંદિરના રીનોવેશનની જાહેરાત થતાં જ ભક્તોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. આ મંદિર ધરમપુર નગરના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આજ રોજ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરની મુલાકાત લીધી હતી.