અમદાવાદના કાંકરિયા ખાતે ગઈકાલથી કાર્નિવલ 2022નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલ શરુ કરાવ્યો હતો. ગઈકાલે કાંકરિયામાં ભીડ વધતાં રાજ્ય સરકારે કોરોના સંક્રમણ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલ વહેલો બંધ થશે. કાંકરિયા કાર્નિવલનો સમય ઘટાડવામાં આવ્યો છે.