કોરોના સામેની લડાઈમાં આજે ભારતના તમામ રાજ્યોની હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ IMA સાથે બેઠક કરી હતી અને પછી ચીન અને અન્ય દેશમાં સંક્રમણના કેસમાં વધારે થતાં સ્થિતિને કાબૂમાં રાખવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. આ મોકડ્રિલ કોરોનાની સામે લડવામાં મદદ કરશે અને તમામ રાજ્યોની સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવશે.