ગાંધીનગરમાં ફરી દિપડો દેખાયો હોવાના આશંકા છે. સચિવાલય પાછળના ભાગે સાબરમતી નદી તરફ ગયો હોવાની વાત છે. ગઈકાલે મોડી સાંજે પોલીસ કર્મચારીએ દીપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી. જો કે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી, ગાંધીનગરમાં દીપડો દેખાતા વનતંત્ર દોડતું થયું છે. સર્કિટ હાઉસ અને રાજ ભવનની વચ્ચે દીપડો દેખાયો હતો.
વન વિભાગ એલર્ટ મોડ પર
ગાંધીનગરના રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ અને સરિતા ઉધાન વચ્ચે ગઈકાલે દીપડાએ દેખા દીધી હોવાના મેસેજ મળતાં જ વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. અત્રેના ગાઢ જંગલ વિસ્તારમાં દીપડાએ લટાર મારતાં વનતંત્ર દ્વારા ગઈકાલ રાતથી જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે રાત્રિ દરમિયાન દીપડાના કોઈ સમાચાર મળ્યા ન હતા.