દ્વારકામાં એકત્ર થતી ભીડ ચિંતા ઉપજાવનાર બની છે. જેમાં ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડ્યા છે. તેમાં જેટી અને ફેરી બોટના વીડિયો સામે આવ્યા છે. જેમાં મોરબીની ઘટના
બાદ પણ નઘરોળ તંત્ર ઊંઘમાં છે. તથા જેટી પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઇ પણ તંત્રની કોઇ તકેદારી નથી. જેટી પર નામ માત્રની સુરક્ષાની વ્યવસ્થા છે.