ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ બ્રિજ બની ગયો છે. અને ગત વર્ષમાં પણ સંખ્યાબંધ લોકોએ મોતની છલાંગ લગાવી છે. ત્યારે વર્ષ 2023ના બીજા દિવસે જ પત્નીની
નજર સામે જ પતિએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી દેતા બ્રિજ ઉપર લોકોના મેળાવડા જામ્યા હતા. ત્યારે બ્રિજની બંને તરફ પ્રોટેક્શન વોલરૂપી લોખંડની જાળી
લગાવવામાં આવે તે જરૂરી છે.