108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે 108મી સાયન્સ કોંગ્રેસની ઔપચારિક શરૂઆત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણો દેશ ભારત સ્ટાર્ટઅપના મામલે ટોપ 3 દેશોમાં સામેલ છે.
આ વર્ષની ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની મુખ્ય થીમ 'મહિલા સશક્તિકરણ સાથે વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી' છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આગામી 25 વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વિજ્ઞાનમાં ઉત્સાહ સાથે દેશસેવા કરવાનો સંકલ્પ હોય ત્યારે પરિણામ પણ અસાધારણ આવે છે. મને વિશ્વાસ છે કે ભારતનો વૈજ્ઞાનિક સમુદાય 21મી સદીમાં ભારતને તે દરજ્જો હાંસલ કરવામાં મદદ કરશે જેની તે હંમેશા લાયક હતી.