પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો છે. દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તાર નજીકથી ન્યૂ જલપાઈગુડી તરફ જતી ટ્રેનના C-3 અને C-6 કોચની બારીનો કાચ પથ્થરમારો કરતા તૂટી ગયો હતો. આ માહિતી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા આપવામાં આવી હતી.