મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી T20 મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ સતત વિકેટ ગુમાવી હતી. ટીમને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી પરંતુ તે માત્ર 10 રન બનાવી શકી હતી. ભારતે આખરે 2 રને મેચ જીતી લીધી હતી.