દિલ્હીના કાંઝાવલા કેસમાં પોલીસે ગુરૂવારે મોટા ખુલાસા કર્યા. પોલીસે કહ્યું કે તપાસ દરમ્યાન ખબર પડી કે કેસમાં પાંચ નહીં 7 આરોપી છે. પોલીસના મતે બીજા બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. દીપકે પૂછપરછમાં કહ્યું હતું કે તેઓ કાર ચલાવી રહ્યા હતા. પરંતુ તપાસમાં ખબર પડી કે કાર દિપક નહીં અમિત ચલાવી રહ્યો હતો.