2024ની ચૂંટણીને લઈને આજે ભાજપની 2 દિવસિય કાર્યકારિણી બેઠકનો આજે બીજો દિવસ છે. જેમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરાયો છે. આ સિવાય અન્ય સમાચારમાં વિપક્ષન તેા તરીકે અમિચ ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. તો ઠંડીની વાત કરાય તો રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. નલિયામાં 3.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છમાં હાડ થીજવતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તો સાથે જ લોકો ઠંડીથી બચવાના પ્રયાસો કરતા નજરે પડ્યા. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.