મહિલા ક્રિકેટ જગતમાં એકબીજાની કટ્ટર હરીફ ટીમની બે ખેલાડીઓએ ગયા સપ્તાહે જ એકબીજા સાથે લગ્ન કરી લીધાં હતાં ન્યૂઝીલેન્ડની મહિલાક્રિકેટરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાથે લગ્ન કરતાં જ લોકોએ અને તેમના સમર્થકોએ બંનેને શુભેચ્છાઓ આપી હતી મેદાનમાં એકબીજાને પછાડવાસામસામે ઉતરતી ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર હેલે જેનસનને ઓસ્ટ્રેલિયન ટીમની ખેલાડી નિકોલા હેનકોક સાથે પ્રેમ થઈ ગયો હતો નિકોલાઅને હેલે બંને એકબીજા સાથે મેલબોર્ન સ્ટાર્સ ટીમમાં જોડે પણ રમતાં હતાં મેલબોર્ન સ્ટાર્સે તેમના આ લગ્નની માહિતી તેમના ટ્વિટર અકાઉન્ટ પરશેર કરીને આ કપલને પણ શુભેચ્છાઓ આપી હતી જો કે એવું પણ નથી કે મહિલા ક્રિકેટ જગતની આ સૌ પ્રથમ સમલૈંગિક વિવાહ હોય છેલ્લાત્રણ વર્ષમાં આ ત્રીજા લગ્ન છે જેમાં ક્રિકેટના મેદાન પર જ મહિલા ખેલાડીઓને એકબીજા સાથે પ્રેમ થઈ જતાં વિવાહ કરી લીધા હતા 2017માંન્યૂઝીલેન્ડની એમી સૈદરવેટ અને લિયાએ લગ્ન કર્યાં હતાં તો 2018માં દ-આફ્રિકાની ડેન વાને ફાસ્ટ બોલર મેરિજેનસાથે લગ્ન કર્યાં હતાં