જામનગર: જામનગર મહાનગરપાલિકામાં થોડા દિવસ પૂર્વે જ શાસકપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ અધિકારીની ચેમ્બરમાં ધોકો લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ફાઈલોના ઘા કર્યા હતા આ ઘટના બાદ આજે ફરી એક વખત આવા જ દ્રશ્યો મનપામાં જોવા મળ્યા હતા વિપક્ષ કોર્પોરેટર જેનબબેન ખફીએ એસ્ટેટ અધિકારી દીક્ષિતની ચેમ્બરમાં જઈને સાઈનિંગબોર્ડ રિન્યુ કરવા સહિતના મુદ્દે લાંબા સમયથી રજૂઆત બાદ પણ અધિકારી દાદ ના દેતા તેઓએ અધિકારીને રીતસરનો ઉધડો લીધો હતો ચેમ્બરમાં ટેબલ પર પડેલી ફાઈલોના ઘા કર્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી