મોદીએ કહ્યું- વિપક્ષે તેમની હારનું ઠીકરું ઈવીએમ પર ફોડવાની તૈયારી કરી લીધી છે

DivyaBhaskar 2019-04-24

Views 498

વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના લોહરદગામાં એક જનસભાને સંબોધિ, તેમણે કહ્યું કે, વિપક્ષે હારનું ઠીકરુંઈવીએમપર ફોડવાની તૈયારી કરી લીધી છે જેવી રીતે કોઈ બાળક પરીક્ષાના પરિણામો પહેલા ફેઈલ થવાના કારણો બતાવવા માંડે છે

ઝારખંડના પહેલા તબક્કાની ચૂંટણી 29 એપ્રિલે લોહરદહા, ચતરા અને પલામૂમાં યોજાશે આ ત્રણેયબેઠકો પરથી 2014માંભાજપજીતી હતી લોહરદગાથી કેન્દ્રીય મંત્રી સુદર્શન ભગત ભાજપના ઉમેદવાર છે તેમનો મુકાબલોકોંગ્રેસના ઉમેદવાર સુખદેવ ભગત સાથે છે

નક્સલવાદ પર કાબૂ મેળવવા માટે સફળ થયાઃમોદી-મોદીએ કહ્યું કે, દેશની જનતા પીએમ પર પ્રેમ વરસાવી રહી છે તો બિચારા ઈવીએમને ગાળો ખાવી પડે છે જે લોકો દિવસમાં ત્રણ વખત પીએમ બનવાના સપના જુએ છે તે લોકોના સપના ચૂર ચૂર થઈ ગયા છે અમે દેશને મજબૂત કરવાના પ્રયાસોમાં લાગ્યા છીએ નક્સલવાદ અને માઓવાદ પર કાબૂ મેળવવાથી જ દિલ્હીમાં મજબૂત સરકાર બની છે ઝારખંડના એવા વિસ્તારો કે જ્યાં લોકો દિવસે પણ ઘરની બહાર નીકળવાથી ડરતા હતા, ત્યાં આજે પરિસ્થિતી બદલાઈ રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS