SpeedNewsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંપાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારેવ્હાઇટ હાઉસમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અહીં આ બંનેની પ્રથમ મુલાકાત છે રોઇટર્સના રિપોર્ટમુજબ વાતચીત દરમિયાન ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે પહેલ કરવાની વાત કહી છે એટલું જ નહીં ટ્રમ્પેકહ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને કહ્યું હતું કે કાશ્મીર વિવાદ ઉકેલવા માટે તેઓ મદદ કરે અને મધ્યસ્થતા કરશે તોતેમને આનંદ થશે જોકે ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પની વાતનું ખંડન કર્યું હતું