વડોદરાઃ બેઠક વ્યવસ્થાના મુદ્દે વડોદરા કોર્ટના વકીલો છેલ્લા 10 દિવસથી હડતાળ પર છે આજે પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસુમુખ ભટ્ટની આગેવાનીમાં ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બરની બહાર રામધૂન બોલાવી હતી અને વકીલોએ વિશાળ રેલી કાઢીને પોતાના વિરોધ કર્યો હતો