વડોદરા: નવા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા મુદ્દે છેલ્લા 18 દિવસથી વિવિધ કાર્યક્રમો સાથે હડતાળ ઉપર ઉતરેલા વકીલ મંડળ દ્વારા આજે સર્વ ધર્મ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું કોર્ટના મુખ્ય ગેટ પાસે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો
વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા વકીલ મંડળ બેઠક વ્યવસ્થા મુદ્દે છેલ્લા 18 દિવસથી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છે આજે કોર્ટ સંકુલમાં હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી, જૈન અને શિખ ધર્મના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે આ પાઠ કરવા પાછળનો મુઘ્ય હેતુ કોર્ટ સંકુલના શુદ્ધિકરણ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે તેમજ કોર્ટમાં આવેલા નવા ડિસ્ટ્રીકટ જજ તેમજ અન્ય જજો અને વકીલો વચ્ચેનું વૈમનસ્ય દૂર થાય અને બેઠક વ્યવસ્થાના પ્રશ્નનો સુખદ અંત આવે