ડ્રગ માફિયાને મદદ કરનાર પોપટની કરી ધરપકડ, પોલીસ પોલીસ બોલીને એલર્ટ કરતો

DivyaBhaskar 2019-04-27

Views 292

બ્રાઝિલ પોલીસ માટે છેલ્લા કેટલાય દિવસથી એક પોપટ માથાનો દુ:ખાવો બન્યો હતો પોલીસ જ્યારે પણ તેના માલિક એવા ડ્રગ ડિલરના ત્યાં રેડમારવા જતી ત્યારે આ પોપટ પોલીસ પોલીસની રાડો પાડીને તેમને સાવચેત કરી દેતો હતો તેના આ પગલાના કારણે અત્યાર સુધી એ ડ્રગ ડિલર્સપણ છાપો માર્યા બાદ પણ પોલીસના હાથમાં આવતા નહોતા જો કે આ વખતની રેડમાં પણ આ પોપટ પોલીસ પોલીસની બૂમો લગાવતો રહ્યોહતો પણ પોલીસે આરોપીઓને ભાગી જવાનો મોકો આપ્યો નહોતો પોલીસ પણ એક ડ્ર઼ગ ડિલર અને કિશોરીની ધરપકડ કરવામાં સફળ રહીહતી સાથે જ ડ્રગ ડિલરને એલર્ટ કરી દેતા આ પોપટને પણ પોલીસે ગિરફ્તાર કરીને ચિડીયાઘરમાં મોકલી દીધો હતો બ્રાઝિલમાં પોપટનો આકેસ લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો સૌથી નવાઈની વાત એ છે કે આ પોપટ તેના માલિકને એટલો બધો વફાદાર છે કે તે પશુ પક્ષીનાડોક્ટરને પણ તપાસમાં કોઈ જ સહયોગ આપતો નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS