વસ્ત્રાપુરમાં યુવતીની છેડતી કરનાર આરોપી ડિલિવરી બોયની ધરપકડ

DivyaBhaskar 2019-12-24

Views 2.1K

અમદાવાદ:વસ્ત્રાપુર વિસ્તારમાં NFD સર્કલ પાસે વહેલી સવારે છેડતી કરનાર આરોપી ડિલિવરી બોયની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે આરોપી નામ સરનામું પૂછવાના બહાને યુવતીઓ પાસે જતો અને તેમની છેડતી કરી ફરાર થઈ જતો હતો સાયકલ લઈને મોર્નિંગ વોકમાં નીકળતી યુવતીઓને સરનામું પૂછવાના બહાને છેડતી કરતો હતોઆરોપી અંકિત સોની (ઉમર-30 વર્ષ, રહે- જીવરાજપાર્ક) ડેઈલી બિગ બાસ્કેટ નામની કંપનીનો વહેલી સવારે ડિલિવરી આપવાનું કામ કરતો હતો આ દરમિયાન વહેલી સવારે સાયકલ લઈને નીકળતી યુવતીઓને સરનામું પુછવાના બહાને છેડતી કરીને ફરાર થઈ જતો હતો અગાઉ મોબાઇલ સ્નેચિંગના ગુનામાં પણ વસ્ત્રાપુર પોલીસે અંકિતની ધરપકડ કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS