ગત સપ્તાહે જ બ્રાઝિલમાં આવેલા પોર્ટો વેલ્હોના BR-364 હાઈવે પર જે શોકિંગ નજારો જોવા મળ્યો હતો તેનો વીડિયો જોઈને પણ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા હાઈ-વે પર રસ્તો ક્રોસ કરતા એક મહાકાય એનાકોન્ડાને જોઈને પૂરપાટ ઝડપે આવતી ગાડીઓએ પણ બ્રેક મારી દીધી હતી અંદાજે 10 ફૂટ લાંબા એવા આ સાપને જોઈને રાહદારીઓને પણ ધ્રાસકો પડ્યો હતો કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો જો કે ત્યાં હાજર એક પણ વ્યક્તિએ તેને હેરાન પણ નહોતો કર્યો કે પછી તેના પર મારી નાખવાના ઈરાદે હુમલો પણ કર્યો નહોતો સોશિયલ મીડિયામાં આ વીડિયો અપલોડ થતાં જ અંદાજે 35 હજાર કરતાં પણ વધુ લોકોએ શેર કરીને ત્યાં હાજર રહેલા લોકોની કામગીરી અને સૂઝબૂઝને વખાણી હતી તમને એ પણ જણાવી દઈએ કે આ પ્રકારના એનાકોન્ડા ઝેરી હોતા નથી, જો કે તેમની પાસે જવામાં પણ જોખમ રહેલું હોય છે