અમરેલી: સાવરકુંડલા નજીક પાવર પ્લાન્ટ પાસે મોડી સાંજે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો દામનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા વિનુભાઇ સોંદરવા નામના પોલીસકર્મી પોતાનુ બાઇક લઇ સાવરકુંડલા તરફ જઇ રહ્યા હોય ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા અકસ્માત સર્જાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું