નવાપુરઃગુજરાત અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં નવરંગ રેલવે ફાટક પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની અડફેટે ચડેલા પિતા,પુત્ર અને દીકરી સહિત બાઈક ટ્રક નીચે બે ફૂટ આવી ગયાં હતાં જો કે સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરતાં ત્રણેયના જીવ બચી ગયાં હતા અને ત્રણેયને નવાપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં જો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો