ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર સોમવારે ઉમા ભારતીને મળ્યાં એટલું જ નહીં ગળે લગાડીને રડી પણ પડી તે પ્રચાર માટે રવાના થતાં પહેલાં ઉમાના નિવાસસ્થાન તેને મળવા પહોંચી હતી આ દરમિયાન ઉમાએ પ્રજ્ઞાના પગે લાગ્યાં ચાંલ્લો કરીને ખીર પણ ખવડાવી આશ્વાસન આપ્યું કે તે સાધ્વી માટે પ્રચાર કરશે આ પહેલાં બંને વચ્ચે અણબનાવ હોવાના સમાચાર હતા
ઉમાએ કહ્યું- હું તેમનો (પ્રજ્ઞા) ઘણો જ સન્માન કરું છું મેં તેમના પર અત્યાચાર થતાં જોયા છે આ મામલે તેઓ પૂજનીય છે હું તેમના માટે પ્રચાર કરીશ તો પ્રજ્ઞાએ કહ્યું કે, સાધુ-સંન્યાસી ક્યારેય એક બીજા સાથે નારાજ ન થઈ શકે હું તેમને મળવા આવી છું અને અમારા બંને વચ્ચે હંમેશાથી આત્મીય સંબંધ રહ્યાં છે, બાકીની વાત રાજકીય પ્રપંચ માટે બનાવવામાં આવે છે
ઉમાએ કહ્યું હતું- પ્રજ્ઞા મહાન સંતઃશનિવારે કટનીમાં ઉમાને જ્યારે પત્રકારોએ પૂછ્યું હતું કે મધ્યપ્રદેશમાં શું તમારી જગ્યા સાધ્વી પ્રજ્ઞાએ લીધી છે તો ઉમાએ કહ્યું હતું કે, "પ્રજ્ઞા મહાન સંત છે અને હું તેમની તુલનાએ મૂઢ પ્રાણી છું" જે બાદ સાધ્વીએ કહ્યું હતું કે ઉમાજીને કહેવા માગુ છું કે તેઓ મારું આટલું સન્માન ન કરે, તમે મારાથી મોટા અને સન્માનીય છે