ફિલ્મ લવ આજ કલ 2નું શૂટિંગ પુરૂ થઈ ગયુ છે ફિલ્મનું શૂટિંગ 66 દિવસ ચાલ્યું, જેના છેલ્લાં દિવસે કાર્તિક આર્યન અને સારા અલી ખાન ઘણાં જ ઉદાસ દેખાયા હતા બંને સ્ટાર્સે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી એકબીજાની ફિલિંગ્સ શેર કરી હતી તેમાં સેટ પરનો એક વીડિયો પણ વાઇરલ થયો છે જે શૂટના છેલ્લાં દિવસનો હોવાનું મનાય છે આ વીડિયોમાં કાર્તિક આર્યન ફિલ્મના ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીને ગળે વળગીને રડી રહ્યો છે