ઇરાકથી લઈને સીરિયા સુધી ટનબંધ ગોળાબારી કરી હજારો લોકોને ખપાવી દીધા બાદ પણ સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન ISના ચીફ અબૂ અલ બકર બગદાદી જીવિત છે, ઉપરાંત અમેરિકાના સૈન્યની પકડમાંથી પણ જોજન દૂર છે બગદાદીનો વધુ એક સામે આવ્યા બાદ વૈશ્વિક દેશો અને ખાસ કરીને અમેરિકાની ઉંઘ ઉડી ગઇ છે બગદાદીનો વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે ઇરાક અને સીરિયામાં ISનો અંત આવી ગયો છે એક રિસર્ચ અનુસાર, અમેરિકાએ 2001-2018 સુધી આ જંગમાં અંદાજિત 6 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે આ રકમઅફઘાનિસ્તાન, ઇરાક, સીરિયા અને પાકિસ્તાનમાં આતંકવાદને ખતમ કરવા પાછળ ખર્ચ થઇ છે