વડોદરા: આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવતા વડોદરા શહેર ભાજપ દ્વારા કેન્દ્ર સરકારની કૂટનીતિની જીતનો વિજયોત્સવ મનાવ્યો હતો સયાજીગંજ ખાતે ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો યુનાઇટેડ નેશન દ્વારા પાકિસ્તાનના આંતકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો છે, ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ સ્થિત ડેઇરી ડેન ખાતે આયોજીત કાર્યક્રમમાં શહેર ભાજપા પ્રમુખ રંજનબહેન ભટ્ટ સહિત શહેર ભાજપાના અગ્રણીઓ, કાઉન્સિલર્સ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાજપ દ્વારા મસુદને આતંકવાદી જાહેર કરવાનો ઉત્સવ મનાવ્યો હતો, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આજે સાંજે શહીદ ભગતસિંહ ચોક ખાતે રાખવામાં આવ્યો છે