ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે 70 પૈકી 57 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે કરાવલ નગરથી આપ (AAP)ના વર્તમાન ધારાસભ્ય કપિલ મિશ્રાને મોડલ ટાઉનથી ટિકિટ આપવામાં આવી છે નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલ સામે કયા ઉમેદવારને ઉતારવામાં આવશે તે અંગે હજુ જાહેરાત કરવામાં આવી નથી ભાજપે 4 મહિલાને ટિકિટ આપી છે આ પૈકી વિભા ગુપ્તા, લતા સોઢી, શિખા રાય અને કિરણ વૈધના નામનો સમાવેશ થાય છે
દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું છે કે બાકીના ઉમેદવારોની નામની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે ઉમેદવારના નામ ગુરુવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મોડી રાત સુધી ચાલેવી બેઠકમાં નક્કી કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી (AAP) અગાઉથી જ તમામ બેઠક માટે ઉમેદવાર નક્કી કરી ચુકી છે દિલ્હીમાં 8મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે પરિણામો 11મી ફેબ્રુઆરીના રોજ આવશે