સુરતઃ મજુરાગેટ ઓવર બ્રિજ નીચે કાકાએ માસૂમ સગા ભત્રીજાને જાહેરમાં ફટકારી માથું ફોડી નાખ્યું હતું માતાને મારી નાખવાની વાત કરતા કાકાને માસૂમ ભત્રીજાએ મા કો હાથ લગા કે દેખો કહેતા દારૂડિયા કાકાએ માસૂમને ફટકારી રોડ ઉપર ફેંકી દીધો હોવાનું નાના ભાઈએ જણાવ્યું છે જોકે, ગંભીર રીતે ઘવાયેલા માસૂમ બાળકને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા ત્યારબાદ ભત્રીજો પડી ગયો હોવાનું જણાવતા કાકાની પોલ ખુલી જતા કાકા ભાગી ગયો હતો ઘટનાની જાણ બાદ માસૂમ બાળકનું પરિવાર તાત્કાલિક સિવિલ દોડી આવ્યું હતું