ધાનેરા: સમરવાડા ગામ પાસે આજે વહેલી સવારે નીલગાય વચ્ચે આવતા સ્વિફ્ટ ગાડી ફંગોળાઈને પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં એક માસુમ બાળક સહિત બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જ્યારે બેને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા ધાનેરા તાલુકાના ચોરા ગામના પશુપાલક ડેરીએ દૂધ ભરાવીને સાથે રહેલા પરિવારના બાળકોને લઈને સામરવાડા ગામ તરફ જતા હતા ત્યારે ગાડી આગળ અચાનક જ નીલગાય (રોજ) આવી જતા ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવતા દીધો હતો મારૂતિ સ્વિફ્ટ ફંગોઈને પલટી ખાઈ ઝાડીઓમાં ઘુસી ગઈ હતી