મધ્યપ્રદેશના અશોકનગરમમાં આયોજીત થયેલી એક રેલીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનો ફિયાસ્કો થયો હતો રેલીમાં ઉમટેલું માનવમહેરામણજોઈને ઉત્સાહમાં આવી ગયેલાં સ્મૃતિ ઇરાની મધ્યપ્રદેશ સરકારને આડેહાથ લેવાનો પ્રયત્ન કર્યો હતો કોંગ્રેસ સરકારની ખેડૂતોના દેવા માફકરવાની જાહેરાત મુદ્દે તેમણે લોકોને સવાલ કર્યો હતો કે શું દેવું માફ થયું? તેમના આશ્ચર્ય વચ્ચે સામે લોકોએ જવાબ પણ એવો આપ્યો હતો કે આસાંભળીને મંત્રીજી પણ બેઘડી તો બોલતાં બંધ થઈ ગયાં હતાં આ ઘટના બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસ પણ લોકોના આવા રિએક્શનવાળો વીડિયોતેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરીને લખ્યું હતું કે હવે તો જનતા પણ તેમના જૂઠ્ઠાણાનો જવાબ આપવા લાગી છે બસ હવે તો અપપ્રચાર બંધ કરો