પંજાબના મંત્રી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે મોડી સાંજે ઈન્દોરમાં ચૂંટણી સભા સંબોધી હતીઅહીં સિદ્ધુએ વડાપ્રધાન મોદીની સરખામણી એક નવપરણિત દુલ્હન સાથે કરી હતી સિદ્ધુએ કહ્યું હતું કે, મોદી તે નવપરણિત દુલ્હન જેવી છે જે રોટલી ઓછી વણે છે અને બંગડી વધારે ખખડે છેઆ ઉપરાંત અહીંતેમણે ભાજપ નેતાઓની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવી છે આ મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે તેમણે આપણને ગોરા અંગ્રેજથી આઝાદી અપાવી છે અને અમે ઈન્દોરના લોકોને કાળા અંગ્રેજોથી આઝાદી અપાવીશું