પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન વારંવાર ભારતની સરખામણી પાકિસ્તાન સાથે શા માટે કરે છે ? મમતાએ પુછ્યું મોદી ભારતના વડાપ્રધાન છે, કે પાકિસ્તાનના રાજદૂત
મમતા બેનર્જીએ કહ્યું- ભારત એક મોટો દેશ છે તેની સંસ્કૃતિ અને વારસો ખૂબ જ સમુદ્ધ છે વડાપ્રધાન સતત તેની સરખામણી પાકિસ્તાન જેવા દેશ સાથે શાં માટે કરે છે ? દરેક મુદ્દે તમે પાકિસ્તાનનું ઉદાહર શા માટે આપો છો