જૂનાગઢઃગઢડા મંદિર ટ્રસ્ટની બહુચર્ચિત ચૂંટણી પછી હવે જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિરના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ છે આજે યોજાયેલી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આચાર્ય પક્ષના સમર્થકોએ દેવપક્ષના સંત તેમજ સમર્થકો પર હુમલો કર્યો હતો ત્યાર બાદ પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા કવાયત શરૂ કરી દીધી હતી કહેવામાં આવી રહ્યું છે કે ગઢડામાં હારેલા આચાર્ય પક્ષે જૂનાગઢમાં પણ હાર ભાળી જતા દેવપક્ષના સ્વામિ પર હુમલો કરાવ્યો છે માત્ર એટલું જ નહિં પોલીસે મીડિયા પર દાદાગીરી કરી લાઠીચાર્જ કર્યો હતો પાંચ પોલીસ કર્મીઓએ ખાનગી ચેનલના કેમેરામેન અને રિપોર્ટર પર લાકડીઓનો વરસાદ કર્યો હતો સ્વામી પર થયેલા હુમલાને રોકવામાં નિષ્ફળ પોલીસે મીડીયાને નિશાનબનાવ્યું હતું જૂનાગઢ એડિવિઝનના પી આઈવાળાએ મીડિયા કર્મીને લાફાં ઝીંકી અને લાઠીચાર્જ કર્યો હતો