કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે અલવરમાં થાનાગાજીમાં સામુહિક દુષ્કર્મની પીડિતા સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે તેમણે કહ્યું કે મારા માટે આ રાજકીય મુદ્દો નહીં પણલાગણીશીલ મુદ્દો છે પીડિતાને ન્યાય જરૂર મળશે આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ તેમની સાથે છે રાહુલ પહેલા બુધવારે અહીઁ આવવાના હતા, પરંતુ તેમનો પ્રવાસ કોઈ કારણોસર કેન્સલ થયો હતો
રાહુલે કહ્યું કે, આવી ઘટનાઓને સહન ન કરી શકાય જેવી જ મને આ વાતની ખબર પડી તેવો જ મે અશોક ગેહલોતજીને ફોન કર્યો રાહુલે કહ્યું કે- રાજસ્થાન નહીં પણ સમગ્ર દેશમાં એક જ સંદેશો આપવાનો છે કે આપણી માતા-બહેનો સાથે આવું કૃત્ય ન થવું જોઈએ, પીડિતાને ન્યાય જરૂર મળશે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે હું અહીં રાજકારણ કરવા નથી આવ્યો, એક પરિવારની મુલાકાત કરવા આવ્યો છું તેમને જે પણ કહ્યું છે તેની પર કાર્યવાહી કરીશું