લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયને સ્વીકારતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અમેઠીથી પોતાની હારને સ્વીકારી, સાથે જ રાહુલ ગાંધીએ બીજેપી અને પીએમ નરેન્દ્ર મોદીને જીતની શુભકામના આપી અમેઠીથી જીતેલા સ્મૃતિ ઈરાનીને રાહુલે અભિનંદન પાઠવતા એક સલાહ પણ આપી હતી કે અમેઠીની જનતાની સંભાળ રાખે, સાથે જ કોંગ્રેસના જીતેલા ઉમેદવારોને શુભકામના આપી હારેલા ઉમેદવારોને સાંત્વના આપી હતી અંતમાં રાહુલ ગાંધીએ મીડિયાનો પણ આભાર માન્યો હતો