નસવાડીઃ ચામેઠા ગામની આગની ઘટના બાદ સર્વસ્વ ગુમાવનાર પિતાએ પોતાની પુત્રીનું ભવ્ય રીતે લગ્ન પાર પાડવા માટે ઉધાર અનાજ લાવીને પણ ગામને જમાડાવનો નિર્ણય લીધો હતો 1500 માણસનુ઼ રસોડુ કરવા પિતાએ 22000નો સામાન ઉધાર લાવ્યા હતાંનસવાડીના ચામેઠા ગામે ઘરમાં આગ લાગવાના બનાવ બાદ દિકરીના લગ્નમાં પિતાની આબરૂ આજે દાવ પર લાગી ગઇ હતી ઘરે માડવો બંધાયો હોઇ રાતના મહેમાનોનું જમણવાર જાન આવવાની હતી 1500 માણસનું રસોડું કરવા પિતાએ રસોડાનો સામાન રૂ22117નો બજારમાંથી ઉધાર લાવી રસોડું બનાવ્યું હતું સહાયમાં નસવાડીના અનાજ વેપારી અમીનભાઈ મેમણ દ્વારા પિતાને 5000 રૂપિયાની રોકડ સહાય કરાઈ હતી