સામાન્ય રીતે તો બોયફ્રેન્ડ જ તેની ગર્લફ્રેન્ડને મોંઘીદાટ ગિફ્ટ આપીને લગ્ન માટે પ્રપોઝ કરતા હોય છે જો કે, ચીનની એક યુવતીએ તેના બોયફ્રેન્ડને જે રીતે પ્રપોઝ કર્યું હતું તેનો વીડિયો જોઈને ભલભલાની આંખો પહોળી થઈ ગઈ હતી હેનાન પ્રાંતની આ યુવતીએ તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરવાની સાથે જ તેને મોંઘીદાટ બીએમડબલ્યૂ અને ઘર પણ ગિફ્ટમાં આપ્યું હતું 24 વર્ષીય યુવતીએ તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરવા માટેનો ખાસ પ્લાન પણ બનાવ્યો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે અગાઉથી જ ડેકોરેશન કરાવેલા મોલમાંવેડિંગ ગાઉનમાં તે તેના બોયફેન્ડની સાથે જાય છે આ એ સ્થળ અને એ જ સમય હતો જ્યાં બંને જણા એક વર્ષ અગાઉ પહેલીવાર મળ્યા હતાઝિયાઓજિંગે તેના પરિવાર અને મિત્રો સાથે મળીને ઝિઓકેને પ્રપોઝ કરવાનો સરપ્રાઈઝ પ્લાન બનાવ્યો હતો બધું પ્લાન મુજબ જ થયા બાદ તરત જ તેણે ઝિઓકેને ફૂલોનો ગુલદસ્તો આપીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું આ કોઈ સામાન્ય ગુલદસ્તો પણ નહોતો કેમકે તેની અંદર જ બીએમડબલ્યૂ કારની ચાવી અને ઘરના પેપર હતા ઝિયાઓજિંગે જે રીતે ઝિઓકેની સામે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું તે જોઈને તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થયો અંતે આ મારી કલ્પના બહારનું છે એટલું બોલીને બોયફ્રેન્ડે લગ્ન માટે હા પાડી હતી