અમે લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયા: પરેશ ધાનાણી

DivyaBhaskar 2019-05-23

Views 3.1K

અમરેલી: લોકસભા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે એક્ઝિટ પોલે જાણે પરિણામ જ આપી દીધા હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ કોંગ્રેસ આ પોલને પોલમ પોલ ગણાવી રહી છે અમરેલી બેઠકમાં કોંગ્રેસના વિપક્ષ નેતા ધાનાણીએ નિવેદન આપતા કહ્યું કે, 'ગરીબ ગામડા અને ખેડૂતોના હ્રદયની વાત સરકાર સાંભળશે એને સમજશે અને જે સમસ્યાઓ આજે દેશ સામે વિકાસનું રૂપ લઈને ઉભી હતી તેના નિવારણ માટે સરકાર ત્વરિત પગલા ભરે તેવી વિનંતી છે અને હું ભારતીય જનતા પાર્ટીને શુભેચ્છા આપુ છું 2019ના રણસંગ્રામમાં મને લાગે છે કે દેશ અને પ્રજાના મન અને હ્રદયની લડાઈ હતી હ્રદયમાં ખુબ ઉકળાટ હતો

દેશના દરેક છેડેથી માણસ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના દેવાને લઈને, ભ્રષ્ટાચાર અને અત્યાચારને લઈને 100 સવાલો ઉભા કરતાં હતા એવું પણ ન કહી શકાય કે લોકોની સમસ્યા ન હતીપણ લોકોએ સમસ્યાને કોરાણે મુકી સરકારને પુન: સમર્થન આપ્યું છે ત્યારે મને લાગે છે અમે લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયા છીએ આવતા દિવોસમાં એના ઉંડાણ સુધી જઈશું સમીક્ષા કરીશુ પાર્ટીની ક્ષતીઓ સુધારશું લોકોના પ્રશ્નને વાંચા આપવા માટે વધુ સર્તકતાથી લોકોના પ્રશ્નને વાંચા આપીશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS