વલસાડઃ શહેરના શાકમાર્કેટ ખાતે શનિવારે વહેલી સવારે સાંઈ પૂજા ફૂટવેરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી વહેલી સવારે આગ લાગતાં શાકમાર્કેટમાં અફડાતફડી મચી ગઈ ગઈ હતી સવારે મોર્નીગ વોક કરતા લોકોએ આગ જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયરબ્રિગેડના બે 2 ફાયર ફાયટર આવી જતાં ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતોઆગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી ફાયરવિભાગ દ્વારા દુકાનમાં અગ્નિશમનના સાધનો ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે આગામી સમયમાં આગ બાદ વધુ તપાસ કરવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું છે